પ્રાર્થના

14

ઉષ:કાળે પ્રાર્થનાની કૂંચીથી દિવસનું બારણું ખોલવુ અને રાત્રે પ્રાર્થનાની સાંકળ વાસીને તે બંધ કરવું , એવું સુવચન છે. દૈનંદિન ધાંધલધમાલના જીવનમાં આપણે મન:શાંતિ ગુમાવી બેસીએ છીએ. તે મન:શાંતિ પ્રાર્થનાથી મળે છે. અશક્ય વાતો શક્ય લાગે છે; કારણકે પ્રાર્થનાથી શ્રદ્ધાનું બળ અને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પ્રાર્થનાનું મહત્ત્વ વૈજ્ઞાનિકોએ પણ માન્યું છે. પ્રાર્થના કરવાથી આરોગ્ય પર સારો પરિણામ થાય છે , એવું જાપાનના વૈજ્ઞાનિક ડૉ. માસારૂ ઇમોટો કહે છે. સાધના (ઈશ્વરપ્રાપ્તિ માટે પ્રતિદિન કરવાના પ્રયત્ન) કરનારાઓ માટે તો પ્રાર્થના, આ સતત ઈશ્વરી અનુસંધાનમા રહેવા માટેનું અણમોલ સાધન જ છે.

Index and/or Sample Pages

Out of stock

Email when stock available