સોળ સંસ્કાર

105 95

ધર્મની શીખ હોવાથી જન્મથી તે મૃત્યુ સુધીના પ્રત્યેક પ્રસંગે ઈશ્વરની સમીપ જવા માટે આવશ્યક એવી ઉપાસના કેવી રીતે કરવી, એનું માર્ગદર્શન ધર્મશાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. જન્મથી વિવાહ સુધી જીવનનું એક ચક્ર પૂર્ણ થાય છે. તેવું જ ચક્ર પુત્રના / ક્ન્યાના જન્મથી તેના વિવાહ સુધી હોય છે. એવું પેઢી દર પેઢી સુધી ચાલુ હોય છે. ગર્ભધારણાથી વિવાહ સુધીના કાળના જીવનમાં આવનારા મુખ્ય સોળ પ્રસંગોમાં ઈશ્વરની સમીપ જવા માટે કયા સંસ્કાર કરવા, તેની માહિતી આ ગ્રંથમાં આપી છે. આ સંસ્કારોને કારણે આગળ ઉપાસના સારી થવા માટે સહાયતા મળે છે. સંસ્કાર કેવી રીતે કરવા, તેનું વિવેચન ગ્રંથના અંતમાં આપેલા સંદર્ભગ્રંથોમાંથી લીધું છે. સદર ગ્રંથમાં સંસ્કાર અંતર્ગત વિધિઓમાંની પ્રત્યેક કૃતિ કેવી રીતે કરવી, તેનો વિસ્તૃત ઉહાપોહ કરવા કરતાં અમુક એક કૃતિ અમુક એક પદ્ધતિથી શા માટે કરવી, તે પાછળની અધ્યાત્મશાસ્ત્રીય કારણમીમાંસા કરવાને અધિક મહત્ત્વ આપ્યું છે.

Index and/or Sample Pages

Out of stock

Email when stock available

Category: